હોમ
પંચાંગ
કેલેન્ડર
મુહૂર્ત
વ્રત અને ઉપવાસ
તહેવાર
જ્યોતિષવિદ્યા
આર્ટ ગેલેરી
મોબાઇલ એપ્સ
અન્ય
બંધ કરવું
Maha Shivaratri📈📉 Share Market General Trend📈📉 Commodity Market General Trend
મેષ
વૃષભ
મિથુન
કર્ક
સિંહ
કન્યા
તુલા
વૃશ્ચિક
ધનુ
મકર
કુંભ
મીન

મકર રાશિફળ 2020 | મકર વાર્ષિક રાશિફળ

મકર | Capricorn

2020

મકર વાર્ષિક રાશિફળ

Englishहिन्दीગુજરાતી

…જાણો કે પંડિતજી મુજબ તમારું વર્ષ કેવુ પસાર થશે.

સ્વાસ્થ્ય: આ વર્ષે તમારે તમારૂ સ્વાસ્થ્ય સંભાળવું પડે.મૌસમી બીમારીની સાથે -સાથે અન્ય રોગો પણ પરેશાન કરે.તાવ,ઉધરસ,કમળો,હાડકાનો દુઃખાવો થઇ શકે છે.તા,૨૪-૦૧-૨૦૨૦ થી તા.૧૩-૦૨-૨૦૨૦ સુધી પિત,કફ તથા ગેસની સમસ્યા વધારે જોવા મળે.કાર્યમાં મન નહી લાગે,તથા ઊંઘની સમસ્યા સતાવેતો નવાઈ નહી.થઇ શકે એટલો ચરબીયુક્ત ખોરાક ન ખાવો.જે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ રહેશે.આંખોનો ઈલાજ કરાવવા માંગતા જાતકોએ મોડું ન કરવું અંધાપો આવી શકે છે.આખું વર્ષ સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપવું.

આર્થિક સ્થિતિ: વર્ષના પ્રારંભમાં તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેતી જણાય સંતાનના અભ્યાસ પાછળ ધન ખર્ચ કરવો પડે,સંતાનના સ્વાસ્થ્ય પાછળ પણ આર્થિક ખર્ચ થાય.જો તમે કોઈ ભૌતિક સુખ માટેની વસ્તુ હપ્તેથી લેવા માંગોછો તો આ વર્ષે મુલત્વી જ રાખવું.જ્યાં સુધી તમારી આજીવિકાનો હિસાબ તમારા હાથમાં ન આવે ત્યાં સુધી નવી વસ્તુ ખરીદવાનું સાહસ ન કરવું.તા.૧૯-૦૯-૨૦૨૦ પછી આવકમાંવૃધ્ધી થઇ શકે.પૈતૃક સંપતિ સંબંધિત વાત આગળ વધતી જણાય.

વ્યાપાર અને કારકિર્દી: આ વર્ષ વ્યવસાય અને સર્વિસક્ષેત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો મધ્યમ રહે.સતાકીય સેવામાં કાર્યરત લોકો,સરકારી કર્મચારીઓનું સ્થાનાંતરણ થઇ શકે છે,બઢતી મળે.કાર્ય વ્યવસાયમાં રંગ-રસાયણ,કેમિકલ,તમ્બાકુ સંબંધિત ચીજ,કેફી પદાર્થ,સોના-ચાંદી ઘરને લગતી ચીજવસ્તુ વગેરેમાં લાભ થતો જણાય.નોકરિયાત લોકોએ આ સમયમાં સાવધાની રાખવી વધારે જરૂરી થઇ પડે,લાંચ-રૂસ્વતથી બચવું,નોકરીથી હાથ પણ ધોવા પડે.

કૌટુંબિક અને સામાજિક જીવન: આ વર્ષે પારિવારિક તથા સામાજિક દ્ર્ષ્ટિએ વધારે કઠીન કહી શકાય.તા.૨૪-૦૧-૨૦૨૦ થી તા.૧૧-૦૫-૨૦૨૦ સુધીના સમય દરમ્યાન વધારે ધ્યાન રાખવું.ઘરના જ સભ્યો સાથે કોર્ટ-કેસ થઇ શકે છે.સંતાન સાથે કોઈ દુર્ઘટના થઇ શકે છે.સમાજમાં ઉપસી આવશો પરંતુ સાથે-સાથે મુસીબતોનો પણ સામનો કરવો પડે.તમારા હિતશત્રુઓ તથા પ્રતિસ્પર્ધિઓથી ખાસ સાવધ રહેવું.માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં વધારો થતો જણાય.

પ્રણય જીવન: દામ્પત્યજીવનની દ્રષ્ટિએ આ વર્ષ મધ્યમ રહેતું જણાય.પત્નીનું સ્વાસ્થ્ય મધ્યમ રહે.સંતાનપક્ષમાં વૃધ્ધિ થતી જણાય.ઘરમાં નવા મહેમાન (બાળક)નું આગમન થાય.વ્યવસાયમાં પત્નીનો પૂર્ણ સાથ-સહયોગ મળી રહે.તમારા સંસારિક જીવનનો આધાર તમારી બોલચાલ ઉપર રહેશે.નજીકના સંબંધિઓ તમારા દામ્પત્યજીવનમાં દખલગીરી પેદા કરતા જણાય.ઘરમાં કંકાસ થઇ શકે છે.પ્રેમ સંબંધમાં તમારા વ્યવહારને સકારાત્મક બનાવવાની કોશિશ કરવી.

સ્ત્રી જાતક ફળ: મહિલાઓ માટે જોવા જઈએ તો આ વર્ષના પ્રારંભમાં આનંદ તથા ઉત્સાહ પૂર્ણ રહેતો જણાય.ગૃહસ્થજીવનની સાથે-સાથે સમાજમાં પણ માન-સમ્માન મળે.નવવધુઓ પોતાના પ્રણયજીવનમાં મસગુલ રહેતી જણાય પરંતુ સંબંધમાં અમુક સીમા રાખવી અન્યથા આવનારો સમય તમારા માટે કષ્ટદાયક કહી શકાય.મેં મહિના પછી ઘરનું વાતાવરણ અસ્ત-વ્યસ્ત રહે તથા સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે.પારિવારિક મતભેદનો સામનો કરવો પડે.

રાજકીય સ્થિતિ: આ વર્ષે વધારે જોખમ ઉઠાવવું તમારા માટે સારૂ નથી.ઉચ્ચનેતાઓનો ઠપકો સાંભળવો પડે.તમારો આત્મવિશ્વાસ તથા પ્રસિધ્ધિ,કાર્યક્ષેત્રમાં વધતી રુચિના કારણે તમારા વિરોધી જ નહી પણ તમારી જ પાર્ટીના લોકો તમારા પ્રતિસ્પર્ધિ બનતા જણાય.પાછળથી દગો કરવા વાળા લોકોથી સાવધાની રાખવી.તા.૧૯-૦૯-૨૦૨૦ સુધી વિશેષ રૂપથી પક્ષ પલ્ટુઓથી ધ્યાન રાખવું. તે તમને છેતરવાનો પ્રયાસ કરશે. વિરોધીપક્ષ તમારી પ્રતિષ્ઠા જોઈ ન શકે.

વિદ્યાર્થી જીવન: આ વર્ષ તમારા માટે મધ્યમફળ આપનારૂ ગણાવી શકાય.પ્રતિયોગી પરીક્ષામાં તેમજ અભ્યાસમાં વધારે સફળતા ત્યારેજ મળે જયારે તમારા જન્મના ગ્રહોની સ્થિતિ સારી હોય.સૈક્ષણીક સંસ્થાઓની રાજનીતિથી બચશોતો આ વર્ષે કાઈક મેળવી શકશો.જે વિદ્યાર્થી નવી કોલેજમાં પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે,તેના પ્રવેશમાં વિલંબ થતો જણાય,પરંતુ વર્ષના ઉતરાર્ધમાં કોઈ સારી સમ્માનિત કોલેજમાં પ્રવેશ મેળવી શકશો,સંઘર્ષ પછી પરિણામ સારૂ મળે.

સારાંશ: સન ૨૦૨૦ નું આ વર્ષ પરિશ્રમ તથા કષ્ટદાયક રીતે પસાર થતું જણાય.શારિરીક રોગ કરતા વધારે માનસિક રોગનો ભય વધારે રહે,અપરિચિત ભયની અનુભૂતિ થાય.કોઈપણ રીતે માનસિક શાંતિ તથા આર્થિક સ્થિતિ સારી રાખવા માંગતા હોય તો લોન,ઉધાર,વ્યાજ વગેરેથી દૂર રહેવું.આવક કરતા જાવકનું પ્રમાણ વધતું જણાય.વિદ્યાર્થીમિત્રો અભ્યાસક્રમમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો સોશિયલ મિડિયા તથા મનોરંજનાદી કાર્યક્રમમાં ઓછું ધ્યાન આપવું.દામ્પત્યજીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિ ન આવે તેનું ધ્યાન રાખવું.વિવાહની ઈચ્છા વાળા જાતકોની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રયત્ન ચાલુ રાખવા,જરૂર સફળતા મળશે.તમારા રાજકીય જીવનને રંગીન મીઝાજથી દુર જ રાખવું.વિરોધીપક્ષ તથા તમારા સહયોગી સાથીઓની ખરાબ નજરથી બચતા રહેવું.ગર્ભવતી બહેનોએ સમયે-સમયે શારીરિક તપાસ કરાવતી રહેવી.સાસુ-વહુના સંબંધમાં મધુરતા લાવવા માટેના પૂર્ણ પ્રયાસ કરવા,અને "વસુધૈવ કુટુમ્બકમ "ની ભાવના રાખવી.

સાવચેતી: તા.૨૪-૦૧-૨૦૨૦ સુધી સાડાસાતી લોઢાના પાયે મસ્તક ઉપરથી ચડતી હોવાના કારણે કષ્ટદાયક રહે.તા.૨૪-૦૧-૨૦૨૦ થી સાડાસાતીનો સોનાના પાયે બીજો તબક્કો પ્રારંભ થાય,જે રોગાદિ ભય,શત્રુ મજબુત થાય,વિરોધ,પારિવારિક કષ્ટ,ધનહાની,ચિંતા વગેરેથી વધારે કષ્ટ થઇ શકે છે.

બધાની સામે તમે કહેલી સાંભળેલી વાતને પકડીને ન રાખવી,સમયે-સમયે પરિવર્તન જરૂરી છે.

• આ વર્ષે આર્થિક ઉપાર્જનમાં ધ્યાન કેન્દ્રિત કરવું,ખર્ચ ઓછો કરવો .

• ભૌતિક સામગ્રી તથા ઈલેક્ટ્રીક વસ્તુઓની ખરીદી જરૂરિયાત મુજબ જ કરવી,ઉપયોગ વગરની વસ્તુ પાછળ ખર્ચ ઓછો કરવો.

• વ્યાપારમાં ઉધારી રાખી લેતી-દેતી ન કરવી,વ્યાજ,લોન,હપ્તાના ચક્કરમાં ન પડવું.

• વિદ્યાર્થીઓએ આ વર્ષે સફળતાને ધ્યાનમાં રાખી યોગ્ય દિશામાં મહેનત કરવી.

• શેર-બજારમાં તથા કોમોડિટીમાં આ વર્ષે રોકાણ ન કરવું.

સમાધાન: આ વર્ષે નીચેના જ્યોતિષીય ઉપચાર અપનાવવાથી ફાયદો થતો જણાય.

• શનિદેવનું દાન કોઈ સ્મસાનમાં કામ કરતા ડકૈત અથવા વૃધ્ધ અપંગ ભિખારીને શનિવારના દિવસે સાયંકાળે આપવું.દાન આપવા માટે આ વસ્તુ ઉતમ છે.

• કાળા રંગના કપડા,કાળા અડદ,કાળા તલ,ઘી,તેલ,સ્ટીલનું કોઈ વાસણ,છત્રી,બુટ-ચપલ ગમે તે,યથાશક્તિ દક્ષિણા વગેરે,

• નીલમનું લોકેટ તમારા ગળામાં શનિવારના દિવસે સંધ્યા સમયે "ૐપ્રાં પ્રીં પ્રૌ સ:શનૈશ્ચરાય નમઃ મંત્રથી જાપ કરાવી પંડિતજી પાસે પૂજન કરાવી પહેરવું.

• કાળા ઘોડાની અસલી નાલની પ્રતિષ્ઠા કરાવી/પૂજન કરી ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાડવી.

• શિવજીનો મંત્ર,ઉપાસના,અભિષેક પૂજન વગેરે કરવા.

• માસ-મટન,દારૂ,ધુમ્રપાન અને પરસ્ત્રીગમનથી દુર રહેવું.

• "અગિયારમુખી રુદ્રાક્ષ " શિવજીનું પૂજન કરી ધારણ કરવું "ૐ હ્રી હ્રી નમઃ|ૐ સર્વેભ્યો રુદ્રેભ્યો નમઃ|"મંત્રથી અગિયાર મુખી રુદ્રાક્ષની પૂજા-જાપ કરવા.

• પારદના પંચમુખી હનુમાનજી સમક્ષ કોઈ શનિવારે સંકલ્પ /મનોકામનાની સાથે ૧૦૦ વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા.

હ્રીં નીલાંજનસમાંભાસં રવિપુતત્ર યમાંગ્રજ્મ।
છાયામાંર્તન્ડ સમ્ભુતં તં નમામિ શનૈશ્ચરમ॥

દ્રિક પંચાંગ ના પંડિતજી તમારો દિવસ શુભ નીવડે એવી આશા રાખે છે.

રાશિ સ્વામી
શનિ | Saturn
રાશિ નામાક્ષર
ખ, જ | Kha, Ja
નક્ષત્ર ચરણ નામાક્ષર
ભો, જા, જી, ખી, ખૂ, ખે, ખો, ગા, ગી
Bho, Jaa, Jee, Khee, Khoo, Gaa, Gee
આરાધ્ય ભગવાન
શિવ જી
Shiv Ji
અનુકૂળ રંગ
વાદળી | Cyan
અનુકૂળ સંખ્યા
10, 11
અનુકૂળ દિશા
દક્ષિણ | South
રાશિ ધાતુ
ચાંદી, લોહ | Silver, Iron
રાશિ સ્ટોન
નીલમ | Blue Sapphire
રાશિ અનુકૂળ સ્ટોન
નીલમ, પન્ના અને હીરા
Blue Sapphire, Emerald and Diamond
રાશિ અનુકૂળ દિવસ
શનિવાર, બુધવાર અને શુક્રવાર
Saturday, Wednesday and Friday
રાશિ સ્વભાવ
ચલ | Movable
રાશિ તત્વ
પૃથ્વી | Earth
રાશિ પ્રકૃતિ
વાયુ | Air

તમારી રાશિ પસંદ કરો | ચંદ્ર રાશિ

મેષ
Aries
વૃષભ
Taurus
મિથુન
Gemini
કર્ક
Cancer
સિંહ
Leo
કન્યા
Virgo
તુલા
Libra
વૃશ્ચિક
Scorpio
ધનુ
Sagittarius
મકર
Capricorn
કુંભ
Aquarius
મીન
Pisces
કૉપિરાઇટ સૂચના
બધા છબીઓ અને ડેટા - કોપીરાઈટો
Ⓒ www.drikpanchang.com
ગોપનીયતા નીતિ
દ્રિક પંચાંગ અને પંડિતજી લોગો એ drikpanchang.com ના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ છે.